પેપર વેઈટ..... વાર્તા. દિનેશ પરમાર 'નજર '****************************************બંધ મુઠ્ઠીમાં ગુમાવી ઝાકળ પતંગિયા ને ફૂલોખુલી હથેળીમાં આખરે શું ભરી જાય છે માણસ - દિનેશ પરમાર નજર ***************************************એક તો ઉનાળો... ઉપરથી સ્મશાનની બળતી નનામી ની ઝાળ...શહેરના પૂર્વ તરફના સ્લમ-વિસ્તારમાંથી પોતાના ભાઈ રમાશંકરની અર્થી લઇ આવેલા દુલાર ત્થા સાથે આવેલા આડોશી પાડોશીઓએ અર્થી એક તરફ ઉત્તર બાજુ મસ્તક રાખી ભોંયશરણ મૂકી.સાથે આવેલા લોકો પગે લાગીને પરસેવો લુછતા લુછતા સ્મશાનમાં ઝાડ નીચે ગોઠવવામાં આવેલા બાંકડા તરફ ફટાફટ જવા લાગ્યા..દુલારના પડોશી અને દુરના સગા ત્રિલોક, દુલારને ઈશારો કરી ખુણામાં આવેલી કચેરી