પ્રિય દોસ્ત, એક દિવસ રાત્રે હું ચાલવા નીકળ્યો ત્યારે ખબર પડી કે આપણે ભોજન કરીને પચાવવા ચાલીએ છીએ ત્યારે કેટલાય લોકો એવા હોય છે જેમને આખો દિવસ દોડભાગ કર્યા પછી પણ ભોજન મળી શક્યું હોતું નથી. અમારા મહાનગરની એક ગલીમાં મેં એક પરિવારને જોયો. તેમનો બે-ત્રણ વર્ષનો દીકરો રડતો હતો. રાત્રિના સમયમાં એ અવાજ વધુ દૂર સુધી સંભળાતો હતો. આવતા- જતા વાહનોના અવાજમાં તેના ચાલકોને એ સંભળાય ના એ સ્વાભાવિક હતું. પરંતુ એ બાળકના રડવાનો અવાજ છેક મારા અંતર સુધી સ્પર્શી ગયો. પહેલાં મને થયું કે એ બાળક કોઇ બીમારીને કારણે રડતું હશે. મેં નજીક જઇને જોયું તો પતિ-પત્ની એને