પૂજન ખૂબજ સારા ઘરનો છોકરો હતો તે આન્યાની પરિસ્થિતિ બરાબર સમજી ગયો હતો.પૂજન તેમજ આન્યા બંને કારમાં ગોઠવાઈ ગયા પછી પૂજને આન્યાને તેના ઘરનું એડ્રેસ પૂછ્યું અને જીપીએસ ચાલુ કરી તેમાં એડ્રેસ નાંખી દીધું.કારમાં બેઠા પછી આન્યાથી રડી પડાયું એટલે તેને એકદમ રડતી જોઈને પૂજને કાર રસ્તામાં જ અટકાવી દીધી અને બાજુમાં પડેલી પાણીની બોટલ ખોલીને તેણે આન્યા તરફ ધરી અને તે આન્યાને શાંત પાડવાની કોશિશ કરવા લાગ્યો. પણ આન્યા સાથે આજે જે બન્યું હતું તે વાતથી જ તે ધ્રુજી ઉઠી હતી અને તે યાદ આવતાં જ તે વધારે જોરથી રડવા લાગી.પૂજને આન્યાને ખૂબજ પ્રેમથી અને શાંતિથી સમજાવી અને શાંત પાડી