મધુ-મિલનની લવ સ્ટોરી

  • 2.7k
  • 2
  • 910

ગામડે આવતી સવારની વહેલી બસમાં મધુ તેની બેનને પહેલી વખત પાલનપુર મળવા જતી હતી.તે જ બસમાં પાછળથી મિલનને બસનાં પગથિયાં ચડતો જોઈ મધુ ખૂબ ખુશ થઇ અને બોલી મિલન અહીં આવી જા આ સીટમાં જગ્યા ખાલી છે.મિલન આવી ને જોડે બેઠો...બસ પાલનપુરના લક્ષ તરફ હાઇવે પકડી સડસડાટ ચાલી.ત્યાં મધુ બોલી સારું કર્યું તું આવી ગયો,મને તારો સંગાથ મળી ગયો.બોલ તું ક્યાં પાલનપુર કૉલેજ જ જાય છે ને?મિલન : હા મધુ...!મિલન અને મધુ બચપણનાં દોસ્ત હતાં.ગરીબ ઘરનાં બેઉ અને ગામડાના રીવાજ મુજબ તે જમાનો એટલે છોકરીઓને વધુ ના ભણાવાય. એકડો બગડો અને ઘરનો હિસાબ વાંચી લખી શકે તેટલું ભણી જાય એટલે