૧૦. શમણાં ઝંખે મીઠી છાંવ.. આખા દિવસનો ઘટનાક્રમ નમ્રતાનાં મનમાં ચાલતો રહ્યો. રાતે પોતાની પથારીમાં હોવાં છતાંય, મન બગીચાની એક કલાકને વાગોળતું રહ્યું. સુહાસની બાઇક પર પહેલી વાર બેસવાનું થયું, મનમાં નક્કી કરેલ બગીચો અને પોતાની પસંદગીનો આઇસ્ક્રીમ, અને વાત કર્યા વગર જ બેસી રહેવાની ક્રિયા...ને ઘણું બધું. વિચારોની ઘટમાળ 'આઇસ્ક્રીમ અને બગીચા' પર ઘુમરાવા લાગી - 'એજ બગોચો' અને 'મારી પસંદગીની આઇસ્ક્રીમ' - એ કેવી રીતે સૂઝ્યું હશે એમને? આઈસ્ક્રીમની વાત એમણે યાદ રાખી ખરી?" મુખ પર હળવી મુસ્કાન રમવા લાગી. આખી રાત પુરી થઈ છતાંય મુખ પરની મુસ્કાન ચહેરા પર જાણે થિજેલી જ રહી. એટલે સવારે મમ્મીએ ચા