પદમાર્જુન - (ભાગ - ૧૩)

  • 2.6k
  • 1
  • 1.3k

"તું રાજમહેલ ન રોકાણો?"ગુરુ તપનનાં એક શિષ્યે તે યુવાનને પૂછ્યું.આ જોઈને ગુરુ તપને પોતાના શિષ્ય સામે ગુસ્સાથી જોયું અને તે યુવાન તરફ જોઈને કહ્યું,"પુત્ર શાશ્વત, તું આજે મારા આશ્રમમાં જ રોકાઇ જજે અને મને સ્પર્ધાનું આયોજન કરવામાં મદદ કરજે.""હા ગુરુદેવ,હું માત્ર રાજકુમાર વિદ્યુતને પ્રોત્સાહિત કરવા માટે અને તમને આયોજનમાં સહાયતા કરવા માટે જ સારંગગઢ આવ્યો છું."શાશ્વતે કહ્યું અને બધાને ફરીથી પ્રણામ કરી સ્પર્ધાનું આયોજન કરવામાં લાગી ગયો."મિત્ર તપન,તું તારું કાર્ય પૂરું કરી લે ત્યાં સુધીમાં અમે આશ્રમ જોઇ લઇએ."ગુરુ સંદીપે કહ્યું અને બધાને લઇને આશ્રમ જોવા ગયાં.તેઓનાં ગયા બાદ ગુરુ તપને પોતાના શિષ્યને નારાજગીથી કહ્યું,"પુત્ર,તું હવે જઇ શકે છે.તારે આયોજનમાં