દિલનો આનંદ લૂંટાયો, જીવનનો રાગ બેસૂરો, પ્રેમના હિલોળે ચડતું દિલ રોજ, લહેરોજ થંબી જાય તો કરે શું? તું મેરા દિલ... પ્રેમની પરાકાષ્ઠાને ઊંચાઈ આપતી, આનંદ, વિરહમા રાચતી પોતાનાં પુત્ર પ્રેમની સુંદર વાતોનું આલેખન કરતી જીવનની સચ્ચાઈ બની એક વાર્તા સ્વરૂપમાં. લખતાં લખતાં કેટલી વાર હાથમાં કંપારી છૂટી, કેટલીય વખત આખોમાં ભીનાશ આવી તો ક્યારેક રૂમાલ પણ ઓછા પડયાં. આરવે કસમ ખાધી હતી ક્યારેય અનાયાના ઘરે નહીં જવાની. ભૂતકાળના કડવા અનુભવોને કારણે, પણ જ્યારે દીકરા માટે કારણ હતું જવાનુ, એ પણ બીમારીની, વાત સાંભળી હૈયું ક્યાં હાથમાં રહે, પગલાં આપોઆપ ડગ ભરે. ડેડી હું તમારી સાથે જ રહેવાનો છું. તમે અહીંયાં