કોને ભૂલું ને કોને સમરું રે - 24

  • 2.5k
  • 1.5k

જગુભાઇએ ચંદ્રકાંતને સાંજે ફળીયામા રમતો બોલાવ્યો.."બેટા અંહીયા આવતો.."રમત છોડીને ચંદ્રકાંત ભાઇની સાથે પાટે બેઠો...જગુભાઇએ ટોપી બાજુમા મુકીને ચંદ્રકાંતને ખોળામા બેસાડ્યો...રસોડામાંથી જયાબેન બરાબર ધ્યાનથી સરવાં કાન રાખીને સાંભળતા હતા..."બેટા તને કોણે કહ્યુ કે આપણા ઘરમા સોના ચાંદીની પાટો દાટી છે..?" "ભાઇ,મોટી બધી બેનો ઘુસપુસ કરતી હતી તે સાંભળી લીધી હતી ...એ લોકો કહેતા હતા કે દાદાના રુમમા ચાર કુંડી છે ઇ દેખાડતા હતા એકબીજાને …” "જો બેટા અટલા બધા વરસ પહેલા આપણા ઘરે ડાકુ ચોર આવીને બધુ લઇ ન જાય એટલે કુંડીઓ બનાવી હતી પણ પછી મોટી તિજોરી આવી ગઇ એટલે સોના ચાંદીની પાટો એમા મુકી હતી સમજ્યો?એ પાટો આપણીનહોતી એ