કોને ભૂલું ને કોને સમરું રે - 21

  • 2.5k
  • 1.3k

જગુભાઇ ઉચક જીવે મુંબઈથી ધંધો સંકેલીને અમરેલી પહોંચ્યા ,ત્યારે બાપા તો નાગનાથ ગયા હતા..!"અરે બાપાને તાવ આવે છે ,તબિયત સારી નથી રહેતી એવુ પોસ્ટકાર્ડ લખ્યુ હતુ ને ?એટલે તો માંડ મહેનત કરી કરીને મુંબઈમાં પારસી ડેરીનાં ભેંશના દૂધની સામે ઘરે ઘરે ફરીને ગાયનું દુધ લોકોને પીતા કર્યા હતા.બાજુની દુકાનમાં દેશના હર પ્રદેશની ખાદીનું વેચાણ ગોઠવ્યું હતું.રોજ ગીરગામ કાલબાદેવી પાઇધૂની મુંબાદેવી નાગદેવી મસ્જિદ બંદર મહમહઅલી રોડ લારીમાંખાદીનાતાકા લઇને ફરતો હતો”ખાદી લ્યો …ખાદીનાધોતિયાલેંધા જબ્બા પહેરો ગરીબ વણકરનેસહાય કરો મીલનાંકાપડથી ખાદીસસ્તી અને ટકાઉ છે એમલોકોને સમજાવતા સમજાવતા વેચાણ ઉભુ કર્યુ હતું હવે બધ્ધુ કડડભૂસ। થઈ ગયું .કમસેકમ બાપુજીનેતાવ ઉતરીગયાના સમાચારનું પોસ્ટકાર્ડ લખ્યું હોત