કોને ભૂલું ને કોને સમરું રે - 19

  • 2.5k
  • 1.4k

કમુ કાંતાનો બાએ ઊધડો લીધો.તમારે ઉપર હું કામ છે? આલો પુરણીયો વાજા વગાડે ને તમારે રાગડા તાણવાના?પીયર આવી નથી કે ઘોડાનીજેમ મંડે કુદવા.સાસરીમાં પછી શેણે ગમે?મુઠા ભરી ભરીને કાજુ બદામ ખાવા પાડાની જેમપડ્યારહેવુ વળી ખાતા નવરી થાવતોરાગડા તાણવા…ખાટલે થી પાટલે ને પાટલેથી ખાટલે પછે સાસરીમાં કેમ સોરવે? જયાબેનને બાએ એક શબ્દ ન કહ્યો .નાની વહુ નીચે આવી એટલે બા ભડક્યા "કેમ તારો ધણી હાથમા મેંદી મુકતો હતો?એક નંબરની આળસુ ને દાધારીંગી થઇ ગઇ સો. બસ હારુ હારુ ખાવુ સે .?ખબરદાર જો કોઠારમાં જઇનેકાજુ બદામનાં દોથા ભર્યા તો.એ દુધીવહુ કોઠારને તાળું જ મારી દ્યો એટલે હાંઉ .બધાયના હરામના હાડકા થઇ ગ્યા