કોને ભૂલું ને કોને સમરું રે - 17

  • 3k
  • 1.6k

મગનગોર સવારથી ફળીયામા કંતાનની આડશ કરી ને શાક શમારવા બેસી ગયા છે .લક્ષ્મીમાં આમથી તેમ ઓંશરીમાં આંટા મારે છે.આજે તેમનો હરખ સમાતો નથી . હે મારા શ્રીનાથજીબાવા તેં મારી એક જ ઇચ્છા હતી કે મારે કેલૈયા કુંવર જેવો એક કાનુડો દે એટલે તેને લાડ લડાવી તારા ચરણોમાં આવી જઈશ .ભગવાને તેની લાજ તો રાખી ઉપરથી એની ચાલીસ વરસની હોંશ પુરી કરવાની અનાયાસે તક મળી હતી . મનમાં બબડતા હતા ‘મારા ચંદરવા જેવા છોકરા ઉપર કોઇની નજર ન પડે તો સારું. રોજ સવારે એ લક્ષ્મીમાંના વહાલા કુંવરને ચારે બાજુ મશ લગાડી દેતા હતા . આજે સવારે વળી કાળીદાસબાપાએ ડોશીનું પરાક્રમ જોયું