બાળક એટલે ફેસીનેશન?હું મારા બાળપણથી મારા માતૃ પક્ષ એટલે નાની-નાના ના ઘર બાજુ રહ્યો છું. મારા મમ્મી અમદાવાદના અને પપ્પા રાજસ્થનથી અમદાવાદ કામની ખોજમાં આવ્યા, તેઓના લગ્ન પછી અમદાવાદમાં જ એમણે રહેવાનું પસન્દ કર્યું. અહીં મારા નાનાનું ખૂબ મોટું કુટુંબ, 8 ભાઈ અને 2 બેન, 4 પિતરાઈ ભાઈ અને બીજા ઘણા સબંધો અડધા કિલોમીટરની રેન્જમાં જ રહે. એમના ઘરે બાળકો પણ ઓછા નહીં. મમ્મી અને ભાઈ બેનો થઈ નાના ને કુલ 8 સંતાનો. નાના ના બધા ભાઈઓને 5 થી 8 સંતાનો, એમ કુલ થઈને મારા નાનાનું કુટુંબ લગભગ 150 કે 180 માણસોનું હતું જે એક જ વિસ્તારમાં રહેતું.હવે વાત એમ