તારી ધૂનમાં.... - 18 - કાશ....

  • 2.3k
  • 1k

વિધિ : દાઝી ગયો ને....તે સારંગ ના હાથ પર ફૂંક મારતા મારતા બરફ અને રૂમાલ ઘસી રહી હોય છે.વિધિ : મે કીધું આપણે બહાર બેસી ચા પીતા પીતા શાંતિ થી વાત કરીએ.પણ....સારંગ : જરા દાઝ્યુ છે હવે.વિધિ : આને જરાક કહેવાય સારંગ??તારી 2 આંગળીઓ અને આજુબાજુનો થોડો હાથ દાઝી ગયો છે.હાથ હલાવવા જશે ને ત્યારે ખબર પડશે.સારંગ : સારું.હવે ચા પીએ??વિધિ સારંગ સામે જોતી રહી જાય છે.સારંગ : 3:45 થઈ છે.છોકરાઓ આવવા માંડશે.4:15બધા સ્ટુડન્ટ્સ આવી ગયા હોય છે સારંગ : વ્યોમ....વ્યોમ : હા સર....સારંગ : આજે હાર્મોનિયમ તારે વગાડવી પડશે.વ્યોમ : શું થયું સર??સારંગ : અરે....આ ચા બનાવતા બનાવતા દાઝી ગયો