એકલવ્ય આજ નો એકલવ્ય... અતિ પછાત કહીશ શકાય તેવું ખરોપટ ધરાવતું નાનું ગામ... પાણી જ્યાં ઓછું અને પાણીમાં ભેળવીને પીવાનું વધુ મળે એવો વિસ્તાર... ભણતર... આઝાદી... શિક્ષણ... સંસ્કાર... 'વિકાસ ' જેવા શબ્દો જ્યાં હજુ પહોંચ્યા જ નથી... એવા ગામડા ગામની નિશાળના એક શિક્ષક કોરોના કાળની બંધ નિશાળમાંથી બાળકોને ઓનલાઇન ભણાવવાં માટે ગામ માં નીકળ્યા... આમાં તો ગામ અને ત્યાંની પદ્ધતિ થી પૂર્ણ રૂપે પરિચિત શિક્ષક ગામ ની દુર્દશા જોવા ટેવાયેલા એટલે કઈ ખાસ જોવાની તો આશા પણ ન હતી... કયાંક ઊંડે ઊંડે કોઈ બાળક ને થોડી ઘણી કરીશ શકાય તેવી મદદ, માર્ગદર્શન આપવાની ભાવના હતી... આ સાથે સમાજ