મોજીસ્તાન - 75

(22)
  • 3.9k
  • 1.6k

મોજીસ્તાન (75) "કેટલો પગાર આપે છે સરકાર તમને ?" બાબાએ પોચા સાહેબને બેસાડીને સવાલ કર્યો."કેમ મારા પગાર સાથે આ વાતને શું લેવા દેવા છે ?" પોચાસાહેબ નવાઈ પામ્યા.''લેવાદેવા ન હોત તો હું આવો સવાલ કરત જ નહીને ! બોલો કેટલા રૂપિયા દર મહિને સાવ મફતમાં ઢસડી લો છો સરકારના ?""મફત કંઈ ઢસડી લેતા નથી.બાર વરસની મારી નોકરી છે.આખો દિવસ ગામની અપાળીન્ગ વેજા હાર્યે લમણાઝીંક કરવી પડે છે.આ પરજાને ભણાવવામાં ભેજાનું દહીં થઈ જાય છે સમજ્યો ?""મને બધી ખબર છે.તમે કેવાક ભણાવીને ઊંધા વળી ગયા છો ઈ.પગાર કેટલો છે એ ઝટ ભસો એટલે વાત આગળ ચાલે.""અત્યારે ચાલીસ હજાર હાથમાં આવે છે.દર