પ્રેમની ક્ષિતિજ - 35

  • 2.8k
  • 2
  • 1.2k

શરૂઆત નવા સમયની અને સંજોગો સાથે સમાધાનની સાનુકૂળતાની. મૌસમે જાણે સુખના સમયને પેટીમાં બંધ કરી સાચવીને મૂકી દીધો અને શરૂ કરી એક નવી જ સફર નવા સાથીઓ સાથે.... મૌસમે સવારે ઊઠતાંવેંત જ વિચારી લીધું કે થોડાક સમયમાં ઘણા બધા કામ ફટાફટ પતાવવાના છે એટલે જરાપણ સમયની બરબાદી પરવડે નહીં. આજે જાણે મૌસમ નહીં પણ કેટીની છાયા તેમાં પ્રવેશી ગઈ. સવારે જ અતુલ અંકલ અને શૈલને બોલાવ્યા હતા. જેથી કરીને આગળના આયોજનો થઈ શકે. પોતાના મમ્મી ડેડી અને લેખા સાથેની બધી જ યાદોને એક બેગમાં પેક કરી અલગ કરી લીધી અને બાકીનું બધું સમેટવા