એક પૂનમની રાત - પ્રકરણ-81

(121)
  • 7.3k
  • 5
  • 4.5k

એક પૂનમની રાત પ્રકરણ-81 દેવાંશને ઝંખનાએ આઇસ્ક્રીમ આપ્યાં પછી દેવાંશે કહ્યું એ થોડું સમજી રહ્યો છું ત્યાં સિધ્ધાર્થે કહ્યું દેવાંશ તને સાચે બધુ સમજાઇ જશે થોડી ધીરજ રાખ. જે થશે એ તારાં અમે વ્યોમા માટે સારુંજ છે. ક્યારેક કોઇ કાર્ય પૂર્ણ થવાને આરે આવે ત્યારે થોડી પીડા થોડી ખુશી આપે છે. અને તું તો ગત જન્મથી બધું સાથે લઇ આવ્યો છું દેવાંશને બધું સાંભળી આષ્ચર્ય થઇ રહેલું... દેવાંશને એનાંથી વધુ આષ્ચર્ય એ હતું કે વ્યોમા ખૂબ આનંદમાં હતી એનો ચહેરો એવું દર્શાવતો હતો કે આજે એને ખુશી અને આનંદ ખૂબ મળી રહ્યો છે. દેવાંશને એ જોઇ સંતોષ થતો હતો.