એક પૂનમની રાત - પ્રકરણ-80

(130)
  • 7.1k
  • 2
  • 4.6k

એક પૂનમની રાત પ્રકરણ-80 અલકાપુરીનાં ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટ જામી હતી અને દેવાંશ વ્યોમા એકબીજા સાથે તાલ મિલાવી ગરબાની મજા માણી રહેલાં. અનિકેત અંકિતા પણ મશગૂલ હતાં. ત્યાં દેવાંશની બાજુમાંજ એક રૂપ રૂપનાં અંબાર જેવી યૌવના ગરબામાં જોડાઇ અને દેવાંશ અને વ્યોમાની સાથેજ ગરબા રમવા લાગી સુંદર મજાનાં ગરબાનાં શબ્દો ચાલી રહેલાં... માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.. ત્રણ તાલીનાં તાલમાં સરસ રીતે ગરબા ગવાઇ રહેલાં. દેવાંશ વ્યોમાની આંખોમાં આંખો પરોવી ગરબા રમી રહેલો. તેઓ બંન્ને જણાં ખૂબ રસ તરબોળ થઇને ગાઇ રહેલાં. પેલી નવયુવાન યૌવના દેવાંશની બાજુમાંજ ગરબા તાલમાં તાલ મેળવી ગાઇ રહી હતી એની નજર દેવાંશ તરફજ જડાયેલી