આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-89

(103)
  • 6.2k
  • 4
  • 3.8k

આઇ હેટ યુ પ્રકરણ-89 નંદીનીને પ્યુન બોલાવવા આવ્યો અને નંદીની એની સાથેજ ભાટીયાની ઓફીસમાં ગઇ. એ ચેમ્બરનો દરવાજો ખોલી અંદર પ્રવેશી. ભાટીયા એનાં લેપટોપમાં વ્યસ્ત હતો. છતાં નંદીની આવી છે એને ખબર હતી એણે કહ્યું નંદીની આવ બેસ ખાસ અગત્યની વાત કરવાની છે. ભાટીયાની નજર લેપટોપમાંજ હતી પણ સ્ક્રીન પર નંદીનીનો શેડો હતો એને ખબર હતી કે નંદીની આવી... નંદીની સામે બેસી ગઇ. ભાટીયાએ પછી નંદીની તરફ જોતાં કહ્યું, નંદીની મારાં પર હેડ ઓફીસથી હમણાંજ મેઇલ આવ્યો છે આપણને ખૂબ મોટો ઓર્ડર મળ્યો છે પણ એમાં શરત છે કે નિર્ધારીત સમય મર્યાદામાં પુરુ કરી આપવાનું છે અને