ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 5

  • 4.2k
  • 2.3k

આખી રાત પડખું ફરતા બંને બસ એકબીજાના વિચારોમાં ખોવાયેલ રહ્યા. અનુરાગ રાશિની ચુનર લઇ એની ભીની મહેક મેહસૂસ કરતો રહ્યો તો બીજી તરફ રાશિ, અનુરાગથી દૂર થવાના વિચારથી છલકાઈ આવતા આંસુઓ વડે ઓશીકું ભીંજવતી રહી. આખરે અનુરાગે સવારે પહેલા જ જઈને રાશિને પોતાના દિલની વાત કહેવાનું નક્કી કર્યું અને આ વાત તે ત્યાંજ કહેવા માંગતો હતો જે જગ્યાએ તે પહેલીવાર રાશિને મળ્યો હતો. અનુરાગે પોતાનો મોબાઈલ હાથમાં લઇ રાશિનો નંબર ડાયલ કરવા વિચાર્યો પણ તરત કશું વિચારીને તેણે રાશિને પરિણામ આવ્યા બાદ તરતજ દરિયા કિનારે જ્યાં પહેલી વાર મળ્યા હતા ત્યાં આવવાનનો મેસેજ કરી દીધો, અને રાશિના ફોટાને જોતા જોતા