ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 3

(11)
  • 3.7k
  • 2.3k

રાતના ઉજાગરાને ખંખેરી રાશિ સવારે તૈયાર થઈ કોલેજ જવા નીકળી. શહેરની બહાર દરિયા કિનારાથી થોડેકજ દૂર એવા ખુબજ મોટા વિસ્તારમાં ફેલાયેલા કોલેજનું કેમ્પસ અત્યંત સુંદર, શાંત અને હરિયાળીથી ભરપૂર હતું. એકજ કેમ્પસમાં કોલેજ, હોસ્ટેલ અને જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે એવા નાનાં નાનાં માર્કેટ આવેલા હતા ત્યાં. જાણે કોઈ નાનકડું ગામ વસેલું હતું ત્યાં પ્રકૃતિની ગોદમાં. રાશિ પોતાનો ક્લાસ શોધીને સમયસર જઈ પહોંચે છે. ધીરે ધીરે અવનવા ચહેરાઓથી ક્લાસ ભરાવવા લાગે છે. ક્લાસના પ્રોફેસર પણ આવી પહોંચ્યા. "May I come in sir", એક મનમોહક અવાજથી આખો ક્લાસ ગુંજી ઉઠ્યો. આખા ક્લાસના સાથે રાશિની નજર પણ દરવાજા ઉપર ઉભેલા એ છોકરા પર