ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 1

(11)
  • 5.7k
  • 2
  • 3.4k

નાનકડી રાશિ પોતાના મહેલ જેવી હવેલીના ઝરુખામાં બેઠી બેઠી નીચે ચોગાનમાં પોતાની ભડભડ સળગતી સાઇકલ જોઈ રહી, હજુ બે દિવસ પહેલા જ પોતાના જન્મદિવસની ભેટ નિમિત્તે પિતાજીએ નવી નક્કોર અને ખૂબ સુંદર સાઇકલ અપાવી હતી. આટલી સુંદર અને મોંઘી સાઇકલ આખા ગામમાં કોઈની પાસે નહોતી. અને આજે પોતાની આ સુંદર સાઈકલની આવી હાલત કરવા પાછળ પણ પિતાજી જ હતા એ વાત માનવા રાશિનું દિલ જરાપણ તૈયાર નહોતું પણ એની આંખોએ આજે પિતાજીનું જે નવું અને સાચું સ્વરૂપ બતાવ્યું હતું તે જોઈ માસુમ રાશિના નાનકડા માનસપટલ ઉપર ખુબ ગહેરી અસર થઇ હતી. રાશિના પિતાજી શ્રી સુમેરસિંહ ગામના જમીનદાર અને મુખિયા હતા.