હેપ્પી બર્થડે

  • 3.1k
  • 1
  • 1.1k

હેપ્પી બર્થડે ડિસેમ્બર નો મહિનો હતો, ચારે તરફ ઠંડા પવનના સૂસવાટા નો અવાજ આવી રહ્યો હતો. સવારના ૬ વાગ્યા છતાં ઠંડી ને કારણે રસ્તાઓ પર પાંખી હાજરી દેખાતી હતી. ઉનાળામાં ખુશનુમા રહેતું ગાંધીનગર શિયાળામાં ઠંડુગાર થઈ ગયું હતું. આજે પાયલ નો ખાસ દિવસ એટલે કે એનો બર્થડે હતો છતાંપણ પાયલને સહેજપણ એ વાતની ખુશી નહોંતી. એ હંમેશાની જેમ ઈચ્છતી હતી કે આ દિવસ પણ આવે ને જાય. જીવનમાં ઘટેલી ઘટનાઓ અને જૂના સંભારણા પાયલ ભૂલી નહોતી પણ યાદ કરવા નહોતી માંગતી. એટલે એ સવારે બેડ માં ઓઢીને સૂતી હતી. આંખ ખૂલતાં જ એણે મોબાઈલ હાથમાં લીધો અને નેટ ઓન કરી