એક ઘા

  • 3.4k
  • 1
  • 1.4k

*કલાપીના કાવ્યનો આસ્વાદ.**એક ઘા**તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,**છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!**રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,**નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.**મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,**પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના;**ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!**ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!**આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,**મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?**જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,**આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.**રે રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,**આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;**રે