બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 20 - અજાણ્યો ભય - 4

  • 3.2k
  • 1.3k

આખરે પિકનિકનો દિવસ આવ્યો અને બધાજ બાળકો બીજા દિવસે સવારે ખુશખુશાલ થતાં જલ્દી જલ્દી તૈયાર થઈ પોતાનો સામાન લઈને સ્કુલમાં જવા નીકળી ગયા.ઘણા બાળકોને એમના મમ્મી પપ્પા મૂકવા માટે આવ્યા હતા. સોહમ પણ એના મમ્મી પપ્પા સાથે આવ્યો હતો. આર્યને જોઈ સોહમના કમિશનર પિતા એને ઓળખી ગયા અને પોતાની પાસે બોલાવી કહેવા લાગ્યા.. "અરે, દીકરા આર્ય, તું પણ જવાનો છે પિકનિકમાં?ખૂબ સરસ. તારા જેવા બહાદુર છોકરાને જોઈ ખૂબ આનંદ થયો મને. આં મારો દીકરો સોહમ છે.' "અરે સર, તમને જોઈ મને પણ ખૂબ આનંદ થયો. અને હા સોહમ અને હું એકજ ક્લાસમાં ભણીએ છીએ. માટે અમે બંને એકબીજાને સારી રીતે ઓળખીએ." આર્ય