બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 18 - અજાણ્યો ભય - 2

  • 2.9k
  • 1.3k

સ્કૂલમાં પિકનિક કેમ્પના આયોજનની જાહેરાત સાથે જ બધા છોકરાઓ ખૂબજ આનંદમાં આવી ગયા હતા. રમેશ માસ્તર વર્ગમાં બધાને શાંત કરતા બોલ્યા, અરે છોકરાઓ શાંત થઈ જાઓ પહેલા મારી પૂરી વાત તો સાંભળો, આ વખતે પૂરા સાત દિવસનો પિકનિક પ્લાન અને કેમ્પની વ્યવસ્થા હોવાના કારણે તેના માટે જમા કરાવવાની રકમ પણ થોડી વધુ છે, જે 3000 રૂપિયા રહેશે. માટે જેણે પણ આ પિકનિકમાં આવવું હોય તેને એક અઠવાડિયા સુધીમાં રકમ જમા કરાવવા વિનંતી, જેથી સ્કૂલ મેનેજમેન્ટને આગળનું આયોજન કરવાની સમજ પડે. આ નવી જાહેરાત સાથેજ બધા બાળકો અંદર અંદર વાતો કરવા લાગ્યા. 3000 રૂપિયા થોડી મોટી રકમ હતી, માટે હવે ઘરે