પ્રાયશ્ચિત - 80

(89)
  • 7.9k
  • 6
  • 6.4k

પ્રાયશ્ચિત પ્રકરણ 80જામનગરમાં રાજુ માણેકનું નામ બહુ મોટું હતું. એ ગુંડો કે બદમાશ ન હતો. એ એક ભારાડી માણસ હતો. આમ તો એ ઇંગલિશ દારૂના ધંધામાં જ હતો અને જામનગર શહેરને બાદ કરતાં આખા ઓખામંડળમાં એ સપ્લાય સંભાળતો. પરંતુ બેન દીકરીઓની રક્ષા માટે હંમેશા એ તત્પર રહેતો. એની એક જબરદસ્ત ધાક હતી. દર્શનાની ઘટના પછી આખીય કોલેજમાં સોપો પડી ગયો. આજુબાજુ ફરકતા તમામ ટપોરી અને રોમિયો કાયમ માટે બંધ થઈ ગયા. જીપમાં ઉઠાવીને લઈ ગયા પછી રાજુને કંઈ કરવાની જરૂર જ નહોતી પડી. દર્શનાની પાછળ પડનારો એ રોમિયો રાજુનો એક જ તમાચો ખાઈને થથરી ગયો હતો. બે હાથ જોડીને એ રાજુને પગે