જીવનસંગિની

(11)
  • 4k
  • 1
  • 1.7k

સાહેબ,આ મહિને વધારા ના પાંચેક હજાર ની જરૂર હતી,સગવડ થશે માલિક?"અટકાતાં-ખચકાતાં જગદીશ ભાઈ એ સાહેબ ને પૂછ્યું."ટીના ની શાળા ની ફિસ હજુ બાકી છે,.......નહિંતર.............વાક્ય પૂરું થાય એ પહેલાં સાહેબ ઊભા થઇ ને ઉતાવળભેર દરવાજા તરફ ચાલતાં થયાં."સાંજે વાત"," જગદીશ ભાઈ અત્યારે એક ઇમ્પોર્ટન્ટ મિટિંગ માં જાઉં છું"કહીને તેઓ નીકળી ગયાં.હાથ માં ફાઈલો નો થોકડો પકડેલી મુદ્રા માં એક ઉદાસ આકૃતિ શૂન્યમનસ્ક થઇ ઊભી રહી ગઈ અને સામે પડેલી સાહેબ ની ખુરશી ને અનિમેષ તાકવા લાગી,વિચારવા લાગી,ક્યાંક ખોવાઈ ગઈ. " સાંભળો છો ટીના ના પપ્પા? કહું છું થોડીક વ્યવસ્થા થાય તો ઘરવખરી ભરવાની છે.અનાજ,ઘી,તેલ,મસાલા બધું પતી ગ્યું છે.માજી ને મળવા આવતા