વેકંસી

  • 3.6k
  • 1.2k

'કાળાં ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રાતનું ભયાવહ વાતાવરણ, કોઈ સ્ત્રીના કરુણ રુદન સાથે ઝાંઝરનો રણકાર'.... હિલ સ્ટેશનના હોટલના રૂમમાં કમ્પ્યુટર પર શુભની આંગળીઓ વાર્તાને ફટાફટ આકાર આપતી જતી હતી. હોરર ફિલ્મ રાઇટર શુભ પોતાની નવી વાર્તાને ઓપ આપવામાં વ્યસ્ત હતો. અચાનક જ રૂમની બધી લાઈટો ચાલુ બંધ થવા લાગી, રૂમમાં બળેલાં માંસની ગંધ ફેલાઈ ગઈ. રૂમના દરવાજા પાસેથી એક ગભરાયેલો હૂં..હું..હું..નો અવાજ શુભને સંભળાયો. હોરર વાર્તાના રશિયાને મનમાં ફફડાટ થવા લાગ્યો, તે ધીરેથી ઉભો થઈ દરવાજા તરફ જોવા લાગ્યો. પણ તેના રૂમનો દરવાજો તો અંદરથી બંધ હતો. હવે ફફડાટ ડરમાં બદલાયો. બારીઓ અને બાથરૂમ પણ બંધ