વસુંધરા...!એ દરરોજ સ્ટેજ પર ગાતી: "હેલ ભરી ને હું તો હાલી ઉતાવળી,મારે હૈયે હરખ ના માય રે.. મારે ઘેર મે'માન આવ્યા"તેનો આ અતિપ્રિય રાસ હતો.સાચે જ એ જયારે માથે હેલ લે ત્યારે એ જાણે અસલ ગુજરાતણ વેશે કોઈ ઇંદ્રની અપ્સરા આ ધરતીમાં ખાસ ગાવા અને રમવા આવી હોય તેવું જોનાર બધાંને લાગતું.સરસ્વતીએ જાણે આખે આખા મધના ભરેલા ઘડા તેના ગળામાં ઠાલવી દીધા હોય તેવો તેનો સ્વર સૌ સાંભળનારને ગળ્યો લાગતો.ભગવાને એટલી સુંદર ઘડી હતી કે તેને જોતાં જ રહીએ.તે ગાય તો જાણે સાક્ષાત સરસ્વતી લાગે.એ ગરબે ઘૂમતી હોય તો રમનાર સૌ ભાન ભૂલી તેને જોવામાં રમવું ભૂલી જાય.હા તેનું નામ હતું