પ્રાયશ્ચિત - 79

(86)
  • 7.2k
  • 6
  • 6.4k

પ્રાયશ્ચિત પ્રકરણ 79નીતાના ગયા પછી કેતન થોડીવાર સુધી ચેમ્બર માં બેસી રહ્યો અને આત્મચિંતન કરવા લાગ્યો. પોતે આધ્યાત્મિકતાના જે લેવલ ઉપર પહોંચ્યો છે અને જ્યારે સ્વામીજીનાં દર્શન અને વાતચીત પણ કરી શકે છે એ લેવલ ઉપર વાસનાને કોઈ સ્થાન ન હોવું જોઈએ. જાનકીને જો મારા ઉપર આટલો બધો ભરોસો હોય તો નીતાના વિચારોમાંથી મારે કાયમ માટે બહાર નીકળી જવું જોઈએ. એણે મનોમન નિશ્ચય કરી લીધો. બપોરે ૧૨.૩૦ વાગ્યે ઘરે જમવા ગયો. " શાહ સાહેબને એમની સુપ્રિન્ટેન્ડેન્ટની ફરજમાંથી મુક્ત કરી દીધા. હવે એ માત્ર એક સર્જન તરીકે પોતાના પેશન્ટોને જોશે. હું આજે જાતે હોસ્પિટલ ગયો ત્યારે ખબર પડી. સ્ટાફમાં બહુ જ અસંતોષ હતો.