ધૂપ-છાઁવ - 54

(26)
  • 4.7k
  • 3
  • 3.1k

નમીતાને ટેબલેટ આપીને સુવડાવી દીધા બાદ થોડીવાર પછી ઈશાન જરા રિલેક્સ થયો અને સ્ટોર ઉપર પહોંચી ગયો અને અપેક્ષાની સાથે તેણે નમીતાની તબિયત વિશે ચર્ચા કરી, ઈશાને અપેક્ષાને નમીતાએ કેવું તોફાન કર્યું તે વાત જણાવી ત્યારે અપેક્ષાને ખરેખર સમજાયું કે, કદાચ તેથી જ ઈશાન નમીતાને એકલી મૂકવા નથી માંગતો અને તેને ઈશાનની ખરેખર દયા આવી ગઈ. ઈશાનને હવે એ ચિંતા હતી કે નમીતા હવે પછી ફરીથી વારંવાર આવું તોફાન તો નહીં કરેને ? તેના આ પ્રશ્નના જવાબમાં અપેક્ષાએ તેને પાછી ફરીથી હોસ્પિટલમાં એડમિટ કરવાની સલાહ આપી. પણ ઈશાનનું મન તેમ કરવા માટે તૈયાર ન હતું. હવે શું કરવું એ એક