તારી ધૂનમાં.... - 14 - નવી સવાર....

  • 2.3k
  • 1.1k

સારંગ ચા ની તપેલી ગેસ પર ચઢાવી જ રહ્યો હોય છે ત્યાં ચાવીથી ઘરનો દરવાજો ખોલવાનો અવાજ આવે છે અને તે સમજી જાય છે આ વિધિ જ છે.વિધિ : સુપ્રભાત.સારંગ : સુપ્રભાતમ્.વિધિ : તું તૈયાર થવા જા.હું બનાવી લઉં છું ચા - નાસ્તો ફટાફટ.તે રસોડામાં આવતા કહે છે. સારંગ : તું ખાસ એના માટે આવી છે??વિધિ : હાસ્તો.નહિતો તું ચા પીને જ રવાના થઈ જાત.સારંગ ગેસ પાસેથી ખસી જાય છે અને વિધિ ત્યાં આવી જાય છે.વિધિ : તમે હજી રસોડામાં ઉભા છો??સારંગ : જાઉં છું.તે મુસ્કાય છે ને તેના રૂમમાં તૈયાર થવા જતો રહે છે.15 મિનિટ પછી વિધિ : ગરમાગરમ ચા અને