કેવા મારા નસીબ તે લખ્યાં, કેવા નસીબના લેખા રે, રમકડું કહેતો બાપ મારો, હુ સાચે રમકડું નથી રે, અંગ ઉપાંગ તે જ બનાવ્યા, બનાવ્યા તે જ સ્ત્રી પુરૂષ રે, ભાવનાઓ લાગણીઓ ને પરવશતા, કેમ સ્ત્રીનાં ભાગ્યે જ વરણી રે, તારાં જ પાત્રો લાગણી ન સમજે તો, ધૂળ પડે તારી કરણી રે, સ્ત્રી નથી કોઈ રમકડું, એ તો છે સ્વર્ગની નિસરણી રે. B ve સવારનો સુરજ હજુ ઊગવાની તૈયારી કરતો હતો, પક્ષીઓનો કલબલાટ જ્યાં મન મગજ ને પ્રફુલ્લિત કરી નાખે, ત્યાં આજ આ બધું વિચલિત કરતું હતું. એ ઘરમાં જાગતા ત્રણે વિચારતા હતાં કે અવનીને હોશ ક્યારે આવશે, ભાનમાં આવ્યા બાદ