આકાશના પોતાના ખંભા પર હાથ ફેરવતાં હાથ લોહીવાળો થઈ ગયો. હદયના ધબકારા વધવા લાગ્યાં ધકધક...ધકધક...ધકધક... આકાશની ઉપર ઉંચુ ઉપાડીને જોવાની હિમ્મત નથી રહેતી. મનોમન પોતાને આવેલું સપનું પોતાની આખો સામે રૂબરૂ હકીકત બનતું જાય છે.આકાશ હિમ્મત કરીને ઉપર જોવાંનો પ્રયત્ન કરે છે. નજર ઉંચી કરીને ઉપર જોતાં વેંત આકાશની આંખો પહોળી થઇ જાય છે. ઝાડ પર મરેલી હાલતમાં લટકતો રોકીનો મૃતદેહ દેખાણો. આ દશ્ય જોતાં આકાશનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવો આઘાત લાગ્યો. બધું જોતાં એકાએક આકાશનો મગજ સુન્ન પડી જાય છે.રોકીના મૃતદેહને જેમ સપનામાં નજરે આવતું જોયેલું. એ રૂબરૂ હકીકત પોતાની આંખો સામે આવીને ઉભી હતી . રોકીના