પ્રેમ - નફરત - ૧૮

(43)
  • 6.2k
  • 2
  • 4.6k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૮'હું સંમત નથી...' ક્યારનાય ચૂપ બેઠેલા લખમલભાઇ બોલ્યા. આરવને થયું કે તેના દિલના શબ્દો પિતાના હોઠ પરથી સર્યા છે. મનોમન તેના દિલમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ. મોટા ભાઇઓ સામે તે રચનાની તરફેણ કરે એ યોગ્ય ન હતું. એમ કરવાથી પોતે પણ આ કામમાં એમની નજરમાં ગુનેગાર ગણાય એમ હતો. રચનાએ ખોટું કામ કર્યું હતું એમ માનતો હતો પણ દિલના એક ખૂણામાં તેના પ્રત્યે પ્રેમ ઉછરી રહ્યો હોવાથી એ તેનું બૂરું ઇચ્છતો ન હતો. હિરેન અને કિરણ આશ્ચર્યચકિત થઇને પિતાની સામે જોઇ રહ્યા. એમને લખમલભાઇ સંમત નહીં થાય એવી કલ્પના ન હતી. તેમને રચનાને સજા અપાવવા