નેહડો ( The heart of Gir ) - 18

(23)
  • 5k
  • 2
  • 3k

કનો રાજી થતો થતો બોલ્યો, " રાધી આ કોણે બનાવી દીધા?". " માર અમુઆતાએ હાલ્ય આપડે નીયા ભેંહું સરે ઈ ઠેકાણે આનથી રમશું." રાધી ને કનો ખાખરાનાં છાયડામાં બેઠાં છે. રાધી બધાં ગારાનાં રમકડાં એક પછી એક બહાર કાઢે છે. રમકડાંમાં પાંચ કુંઢા શીંગડા વાળી ભેંસો બનાવેલી છે.અમુઆતાએ ખૂબ કારિગરાઈથી આ રમકડાં બનાવ્યાં છે.નાનકડી ગારાની બનાવેલી ભેંસોનાં આંચળ પણ દેખાય છે.ધોળા પથ્થરની આંખો પણ બનાવેલી છે.ભેંસો સાથે તેનાં નાનકડાં પાડરું ય બનાવ્યાં છે.ત્રણેક મોટાં શીંગડાવાળી ગાયો પણ બનાવેલી છે. એક સિંહ અને સિંહણ પણ બનાવ્યા છે. ક્યાંકથી મળેલા સિંહનાં વાળ ચોટાડીને સિંહની કેશવાળી