મોજીસ્તાન (74)"આ બાબાને બેભાન કરી નાંખ્યો સે, પણ ઈ ભાનમાં આવી જશે ત્યારે જોવા જેવી થાસે. પોસા શાબ્ય તમે ભારે કરી. હવે તો તમારી બાજી ઊંધી જ વળવાની.આ તમારો ડોહો બવ બળુંકો મુવો સે.જાદવાની વાડીએ આણે મને ધોકાવીને વાડયમાં ઠોકી દીધો'તો.જાદવાને ને ખીમલાને હોતે ઠોકાર્યા'તા." ચંચાએ પસાહેબને ચૂપચાપ બેઠેલા જોઈ કંટાળીને કહ્યું."અલા બુદ્ધિવગરના,તું ચૂપ મર. મને જરા વિચારવા દે.તમારે તો એકેયને મગજ નથી એટલે મારે જ વિચારવું પડશે." કહી પસાહેબ ફરી આંખ મીંચી ગયા."ઈમ કરો હવાર હુંધીનમાં વિચારી લિયો.પસ ફોન કરજો અટલે જી કરવાનું હયસે ઈ અમી આવીન કરી જાહું.કારણ કે અમારે તો મગજ નથ.તમારે એકને જ મગજ સે.અમને એટલી