પદમાર્જુન ( ભાગ : ૨) સારંગપુર ખુલ્લા મેદાનમાં એક અઢારેક વર્ષનો યુવાન તલવાર પકડીને ઉભો હતો. તેની સામે શ્વેત વસ્ત્ર વડે મોં ઢાંકીને એક પંદર વર્ષની યુવતી પણ પોતાનાં નાજુક હાથો વડે તલવાર પકડીને ઉભી હતી. “શાશ્વત, આજે તો હું તને હરાવીને જ રહીશ.”તે યુવતી બોલી. “એ તો સમય જ કહેશે અને એમ પણ તારાં અવાજ પરથી સ્પષ્ટ છે કે તું મારાથી ગભરાઈ ગઈ છો.”શાશ્વતે હસતાં -હસતાં કહ્યું. “ગભરાઉ અને એ પણ તારાથી? હઅહ..પદમા ક્યારેય કોઈથી ગભરાતી નથી.”પદમાએ તલવાર પરની પકડ મજબુત કરી જુસ્સા સાથે કહ્યું. પદમાનો જુસ્સો જોઈને શાશ્વતે પોતાની તલવાર વડે તેનાં પર પ્રહાર કર્યો પરંતુ પદમા પણ