બીજે દિવસે બધા શિક્ષણ માટે ગયા એટલે અર્જુન એકલો પડ્યો.તેનાં માનસપટમાં ગઈકાલની ઘટના તાજી થઈ. “તે હાથમાં ધનુષ લઈને પોતાની તરફ આવી.તે બહાદુર યુવતીનો ચહેરો દેખાય એ માટે તેની તરફ જોયું પણ તેનો ચહેરો નકાબ વડે ઢાંકેલો હતો.દેખાતી હતી તો માત્ર તેની સુંદર આંખો, એનાં ન દેખાતાં ચહેરાની સુંદરતામાં વધારો કરતી એ નમણી આંખો.” “લાગે છે કે આ હૃદયનાં વમળો એને મળ્યાં પછી જ શાંત થશે.” … કાલે બધા શિષ્યોનો આશ્રમમાં છેલ્લો દિવસ હતો.આ વાતથી દુઃખી આર્યા કેટલાય પ્રયત્નો કરવાં છતાં પણ સુઈ શકતી નહોતી. તેની આંખો સમક્ષ બે વર્ષ પહેલાંની એક ઘટના ઉપસી આવી. તે બધા શિષ્યોને ખીર પીરસી