એક પૂનમની રાત પ્રકરણ-79 વ્યોમા તૈયાર થઇને ક્યારની દેવાંશની રાહ જોતી હતી. અણે દેવાંશને ફોન ના કર્યો એ જાણતી હતી કે સિધ્ધાર્થ સાથે કોઇ અગત્યની મીટીંગ હતી. અનિકેતનો ફોન અંકિતા પર ગયેલો અંકિતા તૈયાર થઇને અનિકેત આવ્યો એટલે એની સાથે વ્યોમાનાં ઘરે જવા નીકળી ગયાં. દેવાંશ વ્યોમાનાં ઘરે પહોંચ્યો જીપનો હોર્ન મારીને એ જીપ બહાર પાર્ક કરીને વ્યોમાનાં ઘરમાં આવ્યો. વ્યોમા તરત એને સામે લેવા ગઇ. દેવાંશને જોઇને કહ્યું વાહ દેવું તું તો રાજકુવંર જેવો લાગે છે. એણે કહ્યું મામા નાના તને મળવા રાહ જોઇ રહ્યાં છે. દેવાંશે કહ્યું તું પણ ખૂબ સુંદર તૈયાર થઇ છે વાહ મારી