એક પૂનમની રાત - પ્રકરણ-78

(120)
  • 8.2k
  • 5
  • 5.1k

એક પૂનમની રાત પ્રકરણ-78 વ્ચોમાંનાં ઘરે એનાં નાના અને મામા આવી ગયાં તેઓ પોતાની કાર લઇને બાય રોડ આવ્યાં હતાં. જગન્નાથભાઉ અને મામા માર્કન્ડ સાંવત આવીને ઘરમાં બેઠાં. જગન્નાથભાઉએ કહ્યું મીરાં મારે પહેલાં સ્નાન કરવું પડશે. પછી ચા-પાણીની વાત. મામાએ પણ એમાં સૂર પુરાવ્યો. નાના અને મામા સ્નાનાદી પરવારી અને તાજગીભર્યા થઇ દીવાનખાનામાં બેઠાં નાનાએ રેશ્મી પીતાંબર અને કફની પહેર્યા હતાં માથે કશ્મીરી ટોપી ચઢાવી હતી ચહેરાં પર તેજ પ્રકાશતું હતું ખૂબ સૌમ્ય અને શાંત ચહેરો હતો. નાનાએ કહ્યું મીરાં હમણાં ચા નથી પીવી હવે સીધા જમવાજ બેસીશું. ત્યાં સુધી આપણે વાતો કરીએ. આખાં રસ્તે વિચારોમાં આવ્યો છું.