વીર વચ્છરાજ (વછડાબેટ-ઝીંઝુવાડા )

  • 8k
  • 2
  • 6.3k

વીર વચ્છરાજ ***************** આજથી 961વરસ પહેલાંની ઘટના છે...સોલંકી કુલભૂષણવીર વચ્છરાજ દાદાની અમર કથા વિક્રમ સવંત 1117 માં હાલના મહેસાણા જિલ્લામાં આવેલા બહુચરાજી તાલુકાના પુરાણ પ્રસિદ્ધ જગપ્રસિદ્ધ બહુચરાજીથી નજીકમાં આવેલું રૂડું રળિયામણું "કાલરી" ગામ છે.જેના ગામધણી તત્કાલીન સોલંકી શાખના ગીરાસદાર રાજપૂત "હાથીજી" બાપુ હતા.હાથીજી સોલંકી એટલે તપ,ત્યાગ,સેવાને શૂરવીરતાની જાગતી મૂર્તિ જેમને ભગવાન શ્રીકૃષ્ણ ઉપર અતૂટ શ્રદ્ધા હતી.એમના ઘરમાં માં જગદંબાના અવતાર સમી રજપુતાણી કેસરબા પણ પુરા ધર્મપરાયણ,ઘરમાં દોમદોમ સાહયબી હતી.પચાસેક ગાયોનું ધણ હતું.આટ આટલી સુખ સમૃદ્ધિ હોવા છતાં ઘરમાં શેર માટીની ખોટ હતી.અનેક માંનતાઓ કરી,ચાર ધામની યાત્રા કરી,બધું કર્યું પણ તેમના ઘરે હજી કોઈ સંતાન જન્મ્યું ન હતું,આથી હાથીજી સોલંકી એ 12-12