હ્રદયગમ્ય પત્રોની માળા..

  • 2.7k
  • 1
  • 808

ગીતના મુખડાથી દિલ ડોલાવતી રાત.. દિલમાં ઉઠતાં પ્રેમના મોજાની રાત.. એ હસીન પળોની રાત તારી અને મારી, કેટલી અવનવી યાદો સાથે જોડાયેલી, સાથના સંગાથની રાત, નજરોના જામ છલકાયા હતા, આંખોથી દિલમાં ઉતાર્યા હતા, જામનો નશો છલકે છે આજે પણ દિલમાં અકબંધ.. જિંદગીની મૌસમ પૂરબહારમાં ખીલેલી એટલે જ લાગે છે આજે. તારો સાથ પામી મારું અસ્તિત્વ તારામાં ઓગળ્યું, હું ના રહી મારું નામ જ રહ્યું. મારા શ્વાસમાં પડઘા પડે છે તારા, રોમરોમનો એક તાર ઝણઝણ કરે છે દિલમાં. રાત એટલે જ તને વિનવણી કરવા પત્ર લખ્યો છે, યાદ કરાવવાનું છે મારા હમસફરને, વિતાવેલા હસીન અને મસ્તીભર્યા પળોની. ડોકટરે કહ્યું છે ફરી