પ્રેમનો હિસાબ ભાગ-૩ આ વાતને પંચીસ વર્ષ વીતી ગયા. અનિકેતના ગયા પછી રશ્મી ઉદાસ રહેવા લાગી. એને થયું કે, એની ખુશોઓ બધી જતી રહી. તે અનિકેત વગર કંઇ રીતે રહેશે. થોડા સમય પછી તેના માતા-પિતાએ તેને સામેથી પૂછ્યું કે, બેટા શું થયું તને? કેમ ઉદાસ રહે છે.?’’ રશ્મીના ઘરે વાતાવરણ રૂઢીચુસ્ત ન હતું. તેના માતા-પિતા બંને શિક્ષિત હતા. પણ રશ્મી કંઇ બોલી નહિ. એણે ફકત ભણવાનું ટેન્શન છે એમ કહ્યું. થોડા સમય પછી એણે સરકારી નોકરી માટે તૈયારી ચાલુ કરી દીધી. તેના નસીબ પણ એટલા સારા કે તેને કલાસ-વન કક્ષાની નોકરી મળી ગઇ. તેના ઘરની સ્થિતિ હવે સુધરી ગઇ.