શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્ગુરુ દેવાય નમ: | આગળના લેખ( શ્રી સુંદરકાંડ | ભાગ – ૬ | કવન સો કાજ કઠિન જગ માહીં – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-006/ )માં આપણે શ્રીહનુમાનજી માટે કેમ કોઈ કામ અશક્ય નથી અને શ્રીજામવંતજીએ ‘આપનો તો જન્મ જ શ્રીરામ પ્રભુ કાર્યાર્થે થયેલો છે’ તેવું કેમ યાદ કરાવવું પડ્યું હતુ? તેના વિશે વાત કરી હતી. આ વાત તો થઈ બળ, બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનની ખાણ એવા શ્રીહનુમાનજીની, પરંતુ આ ચોપાઈ મારફતે શ્રીતુલસીદાસજી મહારાજ આપણને બધાને એટલે કે સામાન્ય માનવીને શું કહેવા માંગે છે? શું સંદેશો આપવા માગે છે? તે સાથે આજે સુંદરકાંડની આ સુંદર