શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્ગુરુ દેવાય નમ: | વાચક મિત્રો, મારી આ સુંદરકાંડ વિષય ઉપરની લેખમાળાના અગાઉ પાંચ લેખો પ્રસિદ્ધ થયા, જે આપ સહુએ વાંચ્યા હશે. આજના છઠ્ઠા લેખમાં વિષયવસ્તુ વિશે લખતા પહેલા બે વાતો કહેવી છે. પહેલી, આપ સુંદરકાંડની આ જે કથા વાંચો છો, તે લખવા માટે મારી અંગત રીતે કોઈ ક્ષમતા નથી તેવું હું માનું છું. આ બધો મારા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી વિશ્વંભરદાસજી મહારાજના આશિર્વાદનો જ પ્રભાવ છે. હું માધ્યમ માત્ર છું. બીજી, ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત રામચરિતમાનસના ક્રમ મુજબ હજુ સુંદરકાંડની કથા ખરેખર શરુ થઈ નથી. કિષ્કિંધાકાંડની છેલ્લી ચોપાઈઓ સંદર્ભમાં કથા ચાલે છે.