શ્રી સુંદરકાંડ ભાગ - ૫

  • 5.1k
  • 1
  • 3.2k

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: | આગળના લેખ(http://udaybhayani.in/sundarkandwithuday_004/)માં ‘પવન તનય બલ પવન સમાના’ ચોપાઈમાં આપણે શ્રી હનુમાનજીને પવનપુત્ર સંબોધન અને તેઓના અતુલિત બળ વિશે વાત કરી હતી. આજની કથા આગળ વધારતા પહેલા ‘પવન તનય’ સંદર્ભમાં એક વધુ વાત કહેવી છે. પવનનો એક અર્થ ‘પાવન કરનાર’ એવો પણ થાય છે અને તનયનો અર્થ ‘પુરુષ વંશજ’ એવો થાય છે; એટલે કે ‘પાવન કરનાર પુરુષ’. રામાયણમાં અહીંથી આગળની કથામાં શ્રી હનુમાનજી મૈનાક, સુરસા, સિહિંકા, લંકિની અને ત્યારબાદ લંકાના દરેક ઘરને સ્પર્શી (આગ લગાડવા) પાવન જ કરવાના હોય, શ્રીતુલસીદાસજીએ અહીં પવન તનય સંબોધન કર્યુ હોઇ શકે. શ્રીતુલસીદાસજી લખે છે કે, આગળ જામવંતજી શ્રીહનુમાનજીને ‘બુધિ બિબેક