શમણાંના ઝરૂખેથી - 7 - શમણાં શોધે ઉકેલ..

  • 3.3k
  • 2.1k

૭. શમણાં શોધે ઉકેલ.. "મેસેજ સેન્ટ..ઓ. કે?" અરીસા સામે ઊભા રહી, પોતાનાં મોબાઈલમાંથી સુહાસને મેસેજ લખી મોકલ્યો. જાણે મનમાં થોડી ગડમથલ ચાલતી હોય તેમ નમ્રતાએ પોતાનાં જમણાં હાથની આંગળીઓ ને પોતાના ચહેરા પર ને પછી દાઢીએ ટેકવી, અને ફરી ફોન તરફ આંખો નમાવી "હજુ જવાબ તો આવ્યો જ નહીં...! ખોટું તો નહીં લાગ્યું હોય ને? જમવાની વાતને મજાકમાં લઈ લીધી હશે કે શું?" વિચારતી વિચારતી અરીસા પાસે પડેલ ખુરશી પર બેસી ગઈ અને મોબાઇલની સ્ક્રિન પર આંગળીઓ ફેરવતી રહી - જવાબની રાહમાં. થોડી વાર તો એમ જ બેઠી, પણ મગજમાં કાંઈક સૂઝ્યું હોય તેમ આંખો ને ઊંચકી, ને ફોન લઈને