વંદના - 19

(11)
  • 3.5k
  • 1
  • 1.5k

વંદના -19ગત અંકથી ચાલુ... અમન વંદનાના ભૂતકાળમાં જાણે ખોવાઈ ગયો હોય એમ વંદનાની વાતને ખૂબ ધ્યાનથી ને પ્રેમથી સાંભળતો હતો. વંદનાના ચહેરાની માસૂમિયત અને તેની ભૂતકાળને યાદ કરીને વારંવાર ભીની થતી તેની આંખો અમનને તેના તરફ વધુ ને વધુ આકર્ષિત કરતી હતી. અમનને તો ખબર જ નાહતી કે વંદનાની આ કોરી કટ લાગતી આંખોમાં કેટકેટલા ઝરણાંના ધોધ વહે છે. બહારથી ખૂબ મજબૂત દેખાતી વંદનાની અંદરથી જાણે આખે આખો લાગણીનો દરિયો ઉમટતો હોય એમ અમન તો આ લાગણીના દરિયામાંથી ઉઠતી લહેરો સાથે વહેતો જતો હતો. અમન તો જાણે આ લાગણીના દરિયામાં ડૂબી ગયો હોય એમ વંદનાની વાતોને મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યો